ભારતીય ગ્રાહકોને પણ શ્રેષ્ઠ ગુણવત્તા આપો: ફિક્કીમાં ઉદ્યોગજગતને વડાપ્રધાનનો સંદેશ.
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ફિક્કીની વાર્ષિક સામાન્ય સભા અને સંમેલનનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાને કહ્યું કે દેશનું વિશાળ સ્થાનિક બજાર ઉદ્યોગો માટે આરામક્ષેત્ર ન બનવું જોઈએ. કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રને ખાસ મહત્ત્વ આપતાં મોદીએ જણાવ્યું કે ભારતનું કૃષિ ઉત્પાદન વિશાળ હોવા છતાં વૈશ્વિક કૃષિ-નિકાસમાં દેશનો હિસ્સો હજુ ઓછો છે. આ ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી, મોટા ઉત્પાદન એકમો અને સ્થાનિક ક્ષમતા ઊભી કરવા તેમણે ઉદ્યોગોને આગ્રહ કર્યો હતો. મોટી કંપનીઓ નાના અને મધ્યમ ઉદ્યોગોને ગુણવત્તા, ટેક્નોલોજી અને બજાર સુધી પહોંચમાં સહયોગ આપે તો દેશનું ઉત્પાદન માળખું વધુ મજબૂત બની શકે તેમ તેમણે કહ્યું હતું. વડાપ્રધાને સરકાર સુધારા માટે ઉદ્યોગજગતના સૂચનો સાંભળવા તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online payment


