પુરાવા વિનાના ‘વોટ ચોરી’ના આક્ષેપો લોકશાહી માટે જોખમરૂપ: 42 પૂર્વ ન્યાયાધીશોનો ખુલ્લો પત્ર.
8: મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા અને મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે દેશના 42 પૂર્વ ન્યાયાધીશો અને નિવૃત્ત અધિકારીઓએ ખુલ્લો પત્ર લખી ચૂંટણી પંચ સહિતની બંધારણીય સંસ્થાઓ વિરુદ્ધ પુરાવા વિનાના આક્ષેપો સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પત્રમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયાનો બચાવ કરતાં જણાવાયું છે કે મતદાર યાદીને ચોક્કસ, સ્વચ્છ અને અદ્યતન રાખવા માટે આવી પ્રક્રિયા કાયદેસર રીતે સ્થાપિત વ્યવસ્થા છે. હસ્તાક્ષરકર્તાઓએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો કે ગંભીર આક્ષેપો માટે યોગ્ય મંચે પુરાવા સાથે રજૂઆત થવી જોઈએ. આ પત્રને ચૂંટણી પંચ અને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગે ચાલી રહેલી રાષ્ટ્રીય રાજકીય ચર્ચામાં મહત્વપૂર્ણ હસ્તક્ષેપ તરીકે જોવામાં આવી રહ્યો છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


