સોમનાથ મહાપ્રસાદને મળશે પર્યાવરણમૈત્રી પેકિંગ, પ્લાસ્ટિકને બદલે કાગળ અને ટીનના બોક્સ.
સોમનાથ, 18 સપ્ટેમ્બર: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પ્રસાદ માટે હવે પર્યાવરણમૈત્રી પેકિંગ અપનાવવાની પહેલ કરવામાં આવી છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાના હેતુથી કાગળ અને પુનઃઉપયોગ કરી શકાય એવા ટીનમાંથી નવા પ્રસાદ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટે આ નવી પેકેજિંગ વ્યવસ્થા માટે અમદાવાદની National Institute of Design—NIDનો સહયોગ લીધો છે. ડિઝાઇન તૈયાર કરતાં પહેલાં દેશનાં 28 મોટા મંદિરોમાં પ્રસાદના પેકિંગ, સંગ્રહ, પરિવહન અને ભક્તોના ઉપયોગ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


