નવી દિલ્હી: ગુજરાતે ઑગસ્ટ 2026 દરમિયાન Goods and Services Tax (GST) આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.
રાજ્યની ડોમેસ્ટિક GST આવક ગયા વર્ષની સરખામણીએ 15 ટકા વધી છે, જે ગુજરાતની મજબૂત આર્થિક પ્રવૃત્તિ અને વેપાર ગતિનો સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.
કેન્દ્રીય નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ ગુજરાતે ઑગસ્ટ 2026માં રૂ.
12,047 કરોડની ડોમેસ્ટિક GST આવક મેળવી છે.
નવી દિલ્હી: આગામી Vibrant Gujarat Global Summit 2027ને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે દેશ અને વિશ્વના રોકાણકારો સમક્ષ રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાનો વ્યાપક રોડમેપ રજૂ કર્યો છે.
નવી દિલ્હીમાં યોજાયેલા કર્ટન-રેઝર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોકાણકારો, ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં નવી ઉત્પાદન ક્ષમતા ઊભી કરવા, ઉભરતી ટેક્નોલોજીમાં રોકાણ કરવા અને ગ્રીન ગ્રોથ સાથે જોડાયેલી તકોનો લાભ લેવા આમંત્રણ આપ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાત રોકાણકારોને નીતિગત સ્થિરતા, કુશળ માનવબળ, અસરકારક શાસન, મોટા પાયે વિકાસ માટે જરૂરી ઇકોસિસ્ટમ અને પારદર્શક વ્યવસ્થા પૂરી પાડે છે.
આ મજબૂત આધાર પર રાજ્ય હવે પરંપરાગત ઉદ્યોગોની સાથે ટેક્નોલોજી આધારિત અને ઊર્જા પરિવર્તન સાથે જોડાયેલા નવા ક
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને માર્ગ જોડાણ વધુ સુગમ બનાવવા માટે મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરખેજ સર્કલથી ન્યૂ રિંગ રોડને જોડતા ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજ-કમ-એલિવેટેડ કોરિડોરના નિર્માણ માટે ₹364.44 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટ શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે.
આ પ્રસ્તાવિત કોરિડોરની કુલ લંબાઈ અંદાજે 1.55 કિલોમીટર રહેશે.