મકરબા ઓવરબ્રિજના છેડે ટ્રાફિક સુધારવા ‘કેપ્સ્યુલ જંક્શન’ની યોજના.
Become a member to read the complete story
Already a member? Sign in once to continue reading. If your membership is active, you do not need to register again.
Location-based introductory membership · Secure online paymentRelated News
Ahmedabadઅમદાવાદમાં કથિત બોગસ રાજકીય દાનનો રૂ. ૮૪૩ કરોડનો મામલો; આમ જનમત પાર્ટી સહિત સામે ગુનો નોંધાયો.
૧૬: અમદાવાદ સીઆઈડી ગુનાશાખાએ આમ જનમત પાર્ટી અને તેના હોદ્દેદારો સહિત સંકળાયેલા લોકો સામે કથિત બોગસ રાજકીય દાન અને કરકપાતના દુરુપયોગના મામલે ગુનો નોંધ્યો છે. ત્યારબાદ આ રકમ વિવિધ કથિત બોગસ કંપનીઓ અને વચેટિયાઓ મારફતે ફેરવાઈ, તેમાં નક્કી કરેલું કમિશન કાપીને બાકીની રકમ રોકડમાં મૂળ દાતાઓને પરત કરાતી હોવાનો આક્ષેપ છે. પક્ષના હિસાબોની ચકાસણી કરનારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને કેટલાક વચેટિયાઓની ભૂમિકાની પણ તપાસ ચાલી રહી છે. ૨૫૦ કરોડથી વધુનું નુકસાન થયું હોઈ શકે છે. સીઆઈડી ગુનાશાખાએ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ, ખજાનચી, હિસાબનીશ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને અન્ય કથિત વચેટિયાઓ સામે ગુનો નોંધ્યો છે. કેસમાં નોંધાયેલા આક્ષેપોની તપાસ ચાલુ છે અને અંતિમ જવાબદારી તપાસ તથા ન્યાયિક પ્રક્રિયા બાદ નક્કી થશે.
Read Full News →
Gujaratક્યારેક પોઝ-વિરામ લેવો જરૂરી છે
પહેલા તો ત્યાં રિપોર્ટર જાય અને બધું જુએ, સમજે પછી ન્યૂઝ ચેનલ પર તે આવે અથવા છાપામાં આવે ત્યારે ખબર પડે. એક એ કે, જ્યાં બધા એકબીજાથી આગળ વધવા માંગે છે ત્યાં અમુક જ લોકો એ પ્રયત્ન કરે છે જ્યાં તેઓ પોતાનાથી જ આગળ વધવા માંગે છે. તેમનું ફોકસ એ જ હોય છે કે, પહેલા તે કેવા હતા અને આજે તે કેવા છે. આજથી છ મહિના પહેલા, એક વર્ષ પહેલા, પાંચ વર્ષ પહેલા તે કેવા હતા, ક્યાં હતા અને આજે કેવા છે, ક્યાં છે, શું છે એ જ તેમનું ફોકસ હોય છે. આજે લોકો વેકેશન પર જાય છે તો પણ કામ લઈને જાય છે જેને કારણે તેઓ જે રિલેક્સ થવાના જે ઉદ્દેશ્યથી વેકેશન પર ગયા હોય છે તે પૂરો નથી થતો. ફોર્મ્યુલા-1 ની રેસમાં પણ આટલી ઝડપથી દોડતી ગાડીઓ પીટ સ્ટોપમાં ઊભી રહે છે નહીં તો ટાયર ફાટી જાય તો તે રેસમાં ના રહી શકે.
Read Full News →
દ્વારકાધીશ મંદિરની બાવન ગજની ધજા અને છપ્પન સીડીનું આધ્યાત્મિક મહત્ત્વ
દૂરથી જ મંદિરના શિખર ઉપર ફરકતી ધજા જાણે દરેક ભક્તને સંદેશ આપે છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણ બિરાજમાન છે અને તેમના શરણે આવનાર દરેકનું સ્વાગત છે. આપણે સામાન્ય રીતે કોઈ મંદિરની ધજા વર્ષો સુધી એક જ રહેતી જોઈ હોય છે, પરંતુ દ્વારકાધીશના મંદિરમાં નવી ધજા ચઢાવવાની પરંપરા ભક્તિનું એક આગવું સ્વરૂપ છે. ગોમતી ઘાટ ઉપર ઊભા રહીને જ્યારે યાત્રાળુઓ મંદિરના શિખર ઉપર ફરકતી બાવન ગજની ધજા નિહાળે છે ત્યારે એક તરફ પ્રકૃતિનું પવિત્ર સ્વરૂપ અને બીજી તરફ ભગવાનની ભક્તિનું પ્રતીક એકસાથે જોવા મળે છે. આજે આપણે મંદિરમાં જઈને ભગવાનનાં દર્શન કરીએ છીએ, પરંતુ જો તેની સાથે જોડાયેલી દરેક પરંપરાનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી યાત્રા માત્ર ધાર્મિક દર્શન બનીને રહેતી નથી, પરંતુ જ્ઞાન અને સંસ્કૃતિની યાત્રા બની જાય છે.
Read Full News →