‘ઘેરદાર ઘમ્મરિયા’ સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની નવી સફર.
અમદાવાદ: અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણીએ નવરાત્રિના અવસરે નવા ગુજરાતી ગરબા ગીત ‘ઘેરદાર ઘમ્મરિયા’ દ્વારા ગુજરાતી મનોરંજન ક્ષેત્રમાં પોતાની નવી કલાત્મક સફર શરૂ કરી છે. પરંપરાગત ગરબાની ઊર્જા, આધુનિક સંગીત અને આકર્ષક દૃશ્યોના સંગમ સાથે તૈયાર થયેલું ગીત Saregama Gujaratiના પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પિક્સેલ પોપ મીડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિક વીડિયોમાં મેઘનાનો અભિનય, નૃત્ય અને સ્ક્રીન પ્રેઝન્સ મુખ્ય આકર્ષણ છે. પરંપરાગત ગુજરાતી પોશાક અને ઊર્જાસભર ગરબા સાથે ગીતને એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે તેમાં ગુજરાતી સંસ્કૃતિની ઝલક જળવાઈ રહેવાની સાથે નવી પેઢીને આકર્ષે તેવી આધુનિકતા પણ જોવા મળે છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


