GIFT સિટીમાં મજબૂત બનશે વૈશ્વિક આર્બિટ્રેશન વ્યવસ્થા, વિદેશી રોકાણને મળશે પ્રોત્સાહન.
ગાંધીનગર: GIFT સિટીને માત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના કેન્દ્ર તરીકે નહીં, પરંતુ વૈશ્વિક કાનૂની અને વ્યાપારી વિવાદોના ઝડપી ઉકેલ માટેના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં ગુજરાતે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગુજરાત હાઈકોર્ટ આર્બિટ્રેશન સેન્ટર દ્વારા ‘Building Gujarat’s Institutional Arbitration Ecosystem’ વિષય પર ત્રણ દિવસીય પરિષદનો પ્રારંભ થયો છે. આ પરિષદમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સુપ્રીમ કોર્ટના ત્રણ ન્યાયાધીશો, ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો અને કાનૂની તથા આર્બિટ્રેશન ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. પરિષદનો મુખ્ય હેતુ ગુજરાતમાં સંસ્થાગત આર્બિટ્રેશન માટે વધુ મજબૂત, વિશ્વસનીય અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ઇકોસિસ્ટમ વિકસાવવાનો છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



