વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે મુંબઈમાં રોડશો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગજગત સાથે કરશે સીધો સંવાદ.
ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત પ્રતિસાદ મળે અને રાજ્યમાં નવી રોકાણ તકો ઊભી થાય તે હેતુથી ગુજરાત સરકાર 3 સપ્ટેમ્બર 2026ના રોજ મુંબઈમાં વિશેષ રોડશો યોજશે. કોલાબા સ્થિત ધ તાજ મહલ પેલેસ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિવિધ દેશોના કોન્સલ જનરલ્સ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે સંવાદ કરશે. નવી દિલ્હીમાં સફળ કર્ટન રેઝર કાર્યક્રમ બાદ મુંબઈનો આ રોડશો VGGS 2027 માટે રાજ્ય સરકારના outreach programmeનો મહત્વપૂર્ણ તબક્કો બનશે. કાર્યક્રમ દ્વારા ગુજરાત સરકાર વૈશ્વિક રાજદ્વારી સમુદાય, દેશના અગ્રણી ઉદ્યોગગૃહો અને રોકાણકારોને રાજ્યની આગામી વિકાસ દિશા અને ઉપલબ્ધ રોકાણ તકો વિશે માહિતગાર કરશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



