રાજસ્થાનના રણમાં ભારત–અમેરિકાની સંયુક્ત સૈન્ય શક્તિનું પ્રદર્શન.
મહાજન, રાજસ્થાન, 24 સપ્ટેમ્બર: ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચે ચાલી રહેલા સંયુક્ત લશ્કરી અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ-2026’ અંતર્ગત રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે બંને દેશોના સૈનિકોએ સંકલિત યુદ્ધ કામગીરી અને આધુનિક શસ્ત્રોના ઉપયોગની તાલીમ લીધી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ગુરુવારે અભ્યાસસ્થળની મુલાકાત લઈને બંને સેનાની મેદાની તાલીમ નિહાળી હતી. આ 22મા ‘યુદ્ધ અભ્યાસ’માં ભારતીય સેના અને અમેરિકી સેનાના 600–600 એમ કુલ આશરે 1,200 સૈનિક ભાગ લઈ રહ્યા છે. અભ્યાસ 15 સપ્ટેમ્બરે શરૂ થયો હતો અને ઉત્તરાખંડના ઔલી ફોરેન ટ્રેનિંગ નોડ તથા રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે એકસાથે યોજાઈ રહ્યો છે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


