મોર્ફ કરેલી વાંધાજનક તસવીરો 24 કલાકમાં હટાવો: દિલ્હી હાઇકોર્ટનો Metaને આદેશ.
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર: દિલ્હી હાઇકોર્ટે એક મહિલાની સંમતિ વિના તૈયાર કરીને સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવેલી મોર્ફ કરેલી વાંધાજનક તસવીરો અને તેને લગતી લિંક્સ 24 કલાકમાં દૂર કરવા Metaને આદેશ આપ્યો છે. કોર્ટે મહિલાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને પોલીસ રક્ષણ પૂરું પાડવાનો નિર્દેશ પણ આપ્યો છે. ફરિયાદી મહિલાએ હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેની તસવીરોમાં ચેડાં કરીને વાંધાજનક સ્વરૂપે સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી સામગ્રીથી તેની ગોપનીયતા, પ્રતિષ્ઠા અને વ્યક્તિગત સુરક્ષાને ગંભીર અસર થતી હોવાની દલીલ કરવામાં આવી હતી.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


