CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની ઉદ્ધવ ઠાકરેની માંગ.
મુંબઈ, 23 સપ્ટેમ્બર: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ કરી છે. મતદાર યાદીઓની Special Intensive Revision—SIR પ્રક્રિયા અને ચૂંટણી પંચની આંતરિક નિર્ણયપ્રક્રિયા અંગે પ્રકાશિત થયેલા અહેવાલને ટાંકીને તેમણે પંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મુંબઈના બાંદ્રા સ્થિત ‘માતોશ્રી’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે સાથે પક્ષના નેતા આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા. ઠાકરેએ આક્ષેપ કર્યો કે ચૂંટણી પંચ જેવી બંધારણીય સંસ્થાની અંદર મહત્ત્વના નિર્ણયો અંગે મતભેદ હોય તો સમગ્ર મામલાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment


