અફઘાનિસ્તાન સામેની T20 શ્રેણી પહેલાં ટીમ ઇન્ડિયાની ફિટનેસ પર ખાસ નજર, ચાર ખેલાડીઓને ક્લિયરન્સ બાદ જ મળશે તક.
નવી દિલ્હી: અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થયા બાદ ચાર મહત્વપૂર્ણ ખેલાડીઓની ફિટનેસ ચર્ચાનું કેન્દ્ર બની છે. BCCIએ જસપ્રીત બુમરાહ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાને 15 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે, પરંતુ ચારેયની ઉપલબ્ધતા અંતિમ ફિટનેસ ક્લિયરન્સ પર નિર્ભર રહેશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ જાહેર કરતી વખતે આ ચારેય ખેલાડીઓના નામ સાથે સ્પષ્ટપણે ‘Subject to Fitness Clearance’નો ઉલ્લેખ કર્યો છે. એટલે તેઓ સંપૂર્ણ રીતે મેચ ફિટ જાહેર થયા બાદ જ શ્રેણીમાં મેદાન પર ઉતરી શકશે.
Become a member to read the complete story
Log in or become a member to keep yourself updated with Gujarat Mail — India's Only Positive Newsroom.
Location-based introductory membership · Secure online payment



